સિંગલ વિંડો સિસ્ટમ








આજ ના સમયમાં દસ્તાવેજો અને નાગરિક તરીકે ના આધાર પુરાવાઓ મહત્વ ધરાવે છે, આવા દસ્તાવેજો નો અભાવ શહેરોમાં વસવાટ કરતી ગરીબ મહિલાઓને સમાજ સુરક્ષા થી વંચિત રાખે છે. અમારી સિંગલ વિંડો સિસ્ટમ (SWS) આ સમસ્યાનો સીધો ઉકેલ આપે છે, જેથી બહેનો અને તેમના પરિવારજનો ને એક જગ્યા થી આ બધા આધારો અને દસ્તાવેજો બનાવી આપવા માં આવે છે , અહી થી તેમને બધી માહિતી અને સેવા મળી રહે છે. અને તેમના સમય અને નાણા નો બગાડ નથી થતો. આ કાર્યક્રમ મહિલાઓને નાગરિક તરીકે સુરક્ષિત કરવા માટે સેવા પૂરી પડે છે.
SWS નીચે મુજબ ના માધ્યમો થી મહિલાઓને સહાય આપે છે:
- માહિતી પહોચાડવી/જાગરૂકતા લાવવી: વિવિધ યોજનાઓ અંગે સ્પષ્ટ અને સરળ રીતે માહિતી મહિલાઓ સુધી લઇ જવી.
- અરજીઓ કરવી/સરકારી યોજના નો લાભ અપાવવો: સરળતાથી અને વિલંબ વગર વિવિધ યોજનાઓ માટે અરજી ફોર્મ ભરી આપવા અને આગળ ની પ્રક્રિયા માટે સાચી દિશા બતાવી.
આ સેવાઓ નો વ્યાપ વધારવા માટે, અમે નીચે પ્રમાણે કાર્ય કરીએ છીએ:
- સખી સંગિની ઓફિસ: માહિતી અને અરજી સહાય માટે કેન્દ્રસ્થાન.
- સ્થાનિક કેમ્પો: સમુદાયની જરૂરિયાતોને આધારે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં નિયમિત કેમ્પોનું આયોજન.
ટેકો આપવો: દસ્તાવેજ બનાવવા કે સરકારી યોજના ના લાભ માટે જ્યાં કોઈ બહેન અટકે છે ત્યાં એને ટેકો આપવો, જેમકે મામલતદાર ઓફીસ સુધી જવું, જીલ્લા પંચાયત જવું.









