સંપર્ક

૧૨, નૂતન કોલોની, સંતોષીમાતા મંદિર પાછળ, વીડી હાઇસ્કૂલ રોડ, ભુજ, કચ્છ, ૩૭૦૦૦૧

સામાજિક સુરક્ષા

કાનૂની સહાય કાર્યક્રમ

સમાજમાં ચાલી રહેલા પુરુષ પ્રધાન  માળખાં અને લિંગ આધારિત ભૂમિકાઓના કારણે મહિલાઓ જે દબાણ અને હિંસાનો સામનો કરે છે, તેની સામે લડવા માટે અમે દ્રઢ નિશ્ચય કરેલો છે. ભુજમાં અમારું કાનૂની સહાય કાર્યક્રમ મહિલાઓને લિંગ આધારિત હિંસાથી સુરક્ષિત રાખવા અને સામાજિક સુરક્ષા વધારવા માટે સક્રિય રીતે કાર્યરત છે.

આ કાર્યક્રમ ખાસ કરીને નીચેના મુદ્દાઓ પર કેન્દ્રિત છે:

  • હિંસા અંગે જાગૃતિ: મહિલાઓ અને યુવતીઓ સાથે થતી તમામ હિંસા અંગે લોકો માં જાગૃતિ લાવવી.
  • કાનૂની હકો અંગે જ્ઞાન: મહિલાઓને  લિંગ આધારિત અને ઘરેલુ હિંસા  (Gender-Based Violence) વિરોધી કાયદા અને તેમના સુરક્ષા હકો અંગે માહિતગાર કરવી.
  • સહાય માટે નેટવર્ક ઉભું કરવું: અમે સ્લમ વિસ્તાર ની મહિલાઓ ને તાલીમ આપી ને પેરા-લિગલ વર્કર તરીકે તૈયાર કરીએ છીએ, જે તાત્કાલિક અને નાજુક પરિસ્થિતિમાં  મહિલાઓ સુધી જરૂરી સહાય પહોંચાડી શકે. 

અમે સ્થાનિક પોલીસ વિભાગ, હેલો સખી  હેલ્પલાઇન, સાયબર ક્રાઇમ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સતા મડલ સાથે રહીને હિંસા ના મુદ્દાઓ પર કામ કરીએ છીએ .

અમારા પ્રયત્નો વિવિધ પ્રકારની હિંસાને આવરી લે છે – જેમ કે  ઘરેલું હિંસા ,બાળવિવાહ, શારીરિક અને યૌન હિંસા, તેમજ આધુનિક સમય માં થતી  હિંસા જેમ કે ,સાયબરક્રાઇમ, જેમાં મહિલાઓનું  શોષણ, બ્લેકમેઇલ અને સોશિયલ મીડિયા નો દુરૂપયોગ શામેલ છે.