સંપર્ક

૧૨, નૂતન કોલોની, સંતોષીમાતા મંદિર પાછળ, વીડી હાઇસ્કૂલ રોડ, ભુજ, કચ્છ, ૩૭૦૦૦૧

શારીરિક સલામતી

આરોગ્ય કાર્યક્રમ

ગુજરાતી કેહવત “પહલું સુખ તે જાતે નર્યા” ના સિદ્ધાંત ને ધ્યાન માં રાખી ને , અમારો આરોગ્ય કાર્યક્રમ એ હેતુ થી કામ કરે છે,  કે મહિલાઓને પોતાના આરોગ્ય અને કલ્યાણને પ્રાથમિકતા આપવાનું  જ્ઞાન અને સુવિધાઓ મળે.

આ કાર્યક્રમ નીચેના ઉદ્દેશોને ને પહોંચી વળવાં કાર્યરત છે:

  • આરોગ્ય  અંગે  જાગૃતિ વધારવી: મહિલાઓને તેમના આરોગ્ય અને  સંપૂર્ણ શારીરીક સુખાકારી અંગે જરૂરી જાણકારી આપી સશક્ત બનાવવી.
  • સરકારી આરોગ્ય યોજનાઓનો  સુધી તેમની પહોંચ સરળ બનાવવી : પોષણ અને રોગપ્રતિકારક સંભાળ માટે ઉપલબ્ધ સરકારી સંસાધનો/ સુવિધાઓ  સાથે મહિલાઓને સક્રિય રીતે જોડવામાં મદદરૂપ થવું.

અમે શારીરિક સલામતી, આત્મનિર્ભરતા અને અંગનવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી મહત્વ ની યોજનાઓ – સેવાઓ ના મહત્વ વિશે જાગૃતિ વધારવાનો પ્રયાસ કરીએ છીએ.

૨૦૨૨ થી ૨૦૨૪ દરમિયાન નીચે મુજબ મહિલાઓ સુધી પહોચ્યા છીએ-

પ્રજનન આરોગ્ય પર અવેરનેસ સત્ર 285
Gynecological health camp 533
જનરલ હેલ્થ કેમ્પ (UHC દ્વારા) 322