ભુજ શહેર ની વંચિત મહિલાઓનું સંગઠન
સખી સંગિની સંગઠન એક લોક સંગઠન છે, જે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ઊભું કરવાં માં આવ્યું છે . કચ્છ મહિલા વિકાસ સંગઠન ૧૯૮૯ થી કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતું એક જાણીતું સંગઠન છે. સખી સંગિની ની યાત્રા ૨૦૦૬-૨૦૦ ૭ માં ભુજની ઝૂંપડપટ્ટીઓમાં રહેતી મહિલાઓની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવાના અભ્યાસથી શરૂ થઈ.
આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાઓ જોખમી પરિસ્થિતિઓમાં રહે છે, જેમકે તેમના વિસ્તાર માં સ્વચ્છતાનો અભાવ છે, આવાસ સુવિધાઓ નબળી છે, આવકના સાધનોની અછત છેઃ અને ઊંડે સુધી ઘર કરી ગયેલા પિતૃસત્તાક સમાજ ના નીતિનિયમો એ કારણે તેમને ઘણું સહન કરવું પડે છે.
આ પડકારો વચ્ચે, એમના તરફ થી એક અપેક્ષા સ્પષ્ટપણે જાણવા મળી કે મહિલાઓ કમાવવા માંગતી હતી, તેમના પરિવારની અને પોતાની ઉન્નતિ – વિકાસ કરવા માંગતી હતી. આથી મહિલાઓને આજીવિકા સાથે જોડવા ના પ્રયાસ કરવા માં આવ્યા. તેમણે સૌ થી પહેલા નિર્મળ ગુજરાત ની યોજના હેઠળ, નગર પાલિકા સાથે ઘરો-ઘર કચરો એક્ત્ર કરવા માટે જોડવા માં આવ્યા. અને એ સાથે સ્વ-સહાય જૂથો ના માધ્યમ થી સંગઠિત કરવામાં આવ્યા. આ સ્વ સહાય જુથ એ સખી સંગિની સંગઠન માટે એક મંચ છે , બહેનો ને સંગઠિત કરવા નો એક પાયો છે . ઔપચારિક રીતે ૨૦૧૩ માં નોંધાયેલ, આ મહિલા સંગઠન હવે,આમાં જોડાયેલી આગેવાન/લીડર મહિલાઓ દ્વારા સંચાલિત છે , કે જેમને સશક્ત બનાવવા માટે સંગઠન ની સ્થાપના કરવામાં આવી હતી. આજે, સખી સંગિની સંગઠન મહિલા સશક્તિકરણ નું એક પ્રેરણાદાયક ઉદાહરણ છે કે જ્યારે મહિલાઓ સંગઠિત થાય છે, આગેવાની લે છે અને પોતાના સમુદાયો માં પરિવર્તિન કરે છે ત્યારે શું શક્ય છે.
ભુજ શહેર ની વંચિત મહિલાઓનું સંગઠન
સખી સંગિની સંગઠન એક લોક સંગઠન છે, જે કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા ઊભું કરવાં માં આવ્યું છે . કચ્છ મહિલા વિકાસ સંગઠન ૧૯૮૯ થી કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં મહિલા સશક્તિકરણ માટે કાર્ય કરતું એક જાણીતું સંગઠન છે. સખી સંગિની ની યાત્રા ૨૦૦૬-૨૦૦ ૭ માં ભુજની ઝૂંપડપટ્ટીઓમાં રહેતી મહિલાઓની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવાના અભ્યાસથી શરૂ થઈ.
આ અભ્યાસ દરમિયાન જાણવા મળ્યું કે મહિલાઓ જોખમી પરિસ્થિતિઓમાં રહે છે, જેમકે તેમના વિસ્તાર માં સ્વચ્છતાનો અભાવ છે, આવાસ સુવિધાઓ નબળી છે, આવકના સાધનોની અછત છેઃ અને ઊંડે સુધી ઘર કરી ગયેલા પિતૃસત્તાક સમાજ ના નીતિનિયમો એ કારણે તેમને ઘણું સહન કરવું પડે છે.
Amidst these challenges, one aspiration rang clear—women wanted to earn, to uplift their families and themselves. Hence, women were linked with a livelihood (door-to-door waste collection) and simultaneously organised into Self Help Groups, building collective strength from the ground up. These SHGs formed the foundation for what would become Sakhi Sangini Sangathan. Officially registered in 2010, this women’s federation is now led by the very women it was created to empower. Today, Sakhi Sangini Sangathan is a testament to what is possible when women organise, lead, and transform their own communities.
દ્રષ્ટિકોણ, લક્ષ અને હેતૂઑ
Our Vision
Our Mission
Our Philosophy
સંઘર્ષથી શક્તિ સુધી: પરિવર્તનનું નેતૃત્વ કરતી મહિલાઓ
કમવીસ ની ટીમ દ્વારા ભુજ શહેર ની ઝૂંપડપટ્ટીઓ માં રહેતી મહિલાઓની પરિસ્થિતિ અંગે એક સંશોધન -અભ્યાસ કરવામાં આવ્યો જેમાં થી નીકળેલા ચોંકાવનારા તારણો ને ધ્યાન માં લઈ ને . ક. મ. વી. સ. માં શહેર માટે કામ કરવા માટે એક અલગ - સેલ ( એકમ )ની સ્થાપના થઈ.
નિર્મળ ગુજરાત યોજના હેઠળ નગર પાલિકા ની ઘરો-ઘર કચરો એકત્ર કરવાની યોજનામાં ૧૨૪ મહિલાઓને જોડવાં માં આવી ,આ માટે કોઈ કોન્ટ્રાકટર ને નહીં પણ આ બહેનો ને સીધું કામ અપાવવા નો પ્રયત્ન થયો અને પગાર પણ નગર પાલિકા તરફથી સીધો એમના બેન્ક ખાતા મા જ જમા કરાવવા માં આવ્યો . જેથી વચ્ચે થી કોન્ટ્રાક્ટરો દૂર થઇ જાય અને મહિલાઓ આર્થિક રીતે પગભર થાય.
મહિલાઓ ના સ્વસહાય જૂથો (SHGs) બનાવવાનું કામ શરૂ થયું, જેથી તેમને બચત અને ધિરાણ ના મધ્યમ થી આર્થિક રીતે સ્વાવલંબી બનાવી શકાય અને સંગઠિત કરી ને તેમની સામૂહિક શક્તિ ને યોગ્ય દિશા માં તેમના જ સશક્તિકરણ માટે આગળ વધારી શકાય.
સંગઠિત થયેલી મહિલાઓને વિવિધ આજીવિકા માટે ની તકો અને વિકલ્પો સાથે જોડવામાં આવી, જેમકે:
હોમ મેનેજર તરીકે તેમને તૈયાર કરીને જરૂરિયાત વાળા કુટુંબો સાથે જોડવા .
કેટરિંગ સેવા.( ટિફિન સર્વિસ )
અથાણાં બનાવવાની પહેલ
બધા સ્વસહાય જૂથોનું પ્રથમ સમ્મેલન યોજાયું, જેના પરિણામે “સખી સંગિની સંગઠન” એ નામ આ સંગઠન ને બહેનો દ્વારા આપવા માં આવ્યું , ત્યારબાદ તેની સોસાયટી અને ટ્રસ્ટ તરીકે ઔપચારિક રીતે નોંધણી કરાવવા માં આવી.
હુન્નરશાળા ફાઉન્ડેશન સાથે ભાગીદારીમાં સખી સંગિનીએ ACHR ( એશિયન કોલેશન ફોર હાઉસિંગ રાઇટ્સ ) ના સહયોગથી સ્વસહાય જૂથો ની જરૂરિયાત વાળી બહેનો ને મકાન રીપેર કરવા અથવા નાનો રૂમ બનાવવા માટે સહાય આપી ,આ કામ માટે તેઓ ને ટેકનિકલ સહાય પણ પૂરી પાડવા માં આવી , કામ નું સંપૂર્ણ સંચાલન સખી સંગિની ની આગેવાન બહેનો દ્વારા કરવા માં આવ્યું . આ સફળ અનુભવ ના આધારે હુન્નર શાળા અને સખી સંગિની ના સયુક્ત પ્રયાસો થી “રાજીવ આવાસ યોજના “અંતર્ગત ઝૂપડપટ્ટી વિસ્તાર માં રહેતા ૩૧૬ પરિવારો માટે લોકભાગીદારી થી પાક્કા મકાનો નું નિર્માણ શક્ય બન્યું .આમ ભુજના સ્લમ વિસ્તારમાં કુલ ૪૦૦ થી વધુ ઘરો બનાવવા માં સખી સંગિની નિમિત્ત બન્યું . સખી સંગિની ની મહિલાઓ એ આ કાર્ય માં આગેવાની લીધી અને સમિતિ દ્વારા કામ ને નેતૃત્વ આપ્યું હતુ.
બહેનો અને વિસ્તારો માંથી આવતા પ્રશ્નો ને ધ્યાન માં રાખતા ,સખી સંગિની ના મુખ્ય કામ ના મુદ્દાઓ નીચે પ્રમાણે રહ્યા.
- માઇક્રોફાઇનાન્સ: સ્વસહાય જૂથો ની રચના અને તેનું સંચાલન .
- સરકારી સેવાઓ: PDS (જાહેર વિતરણ વ્યવસ્થા) અને ICDS (ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ) જેવી સેવાઓ સુધી પહોંચ વધારવી.
- વિસ્તારો માંથી આવતા હિંસા ને અન્યાય ના મુદ્દાઓ માં સખી સંગિની ના કાર્યકર્તાઓ દ્વારા પીડીતો ને ક. મ. વી. સ . દ્વારા ચાલતા હેલ્લો સખી હેલ્પ લાઇન થી જોડાણ કરાવવું .
- અલગ અલગ વિસ્તારો ની કિશોરીઓ ને સંગઠિત કરી ને તેમના સપનાઓ અને પ્રશ્નો સમજવા અને તેમનું ઘડતર એ રીતે કરવું કે તેઓ સમાજ અને કૂટુંબ ને પ્રશ્નો કરે અને પોતાની સમસ્યાઓ માટે અવાજ ઊભો કરે .
- ભુજની મહિલા સેક્સ વર્કરોને સંગઠિત કરવાનું કાર્ય.
કોવિડ-૧૯ ની મહામારી દરમ્યાન સખી સંગિની ના સભ્યો માટે રાશન ની સુવિધા , સલામતી અને જરૂરી સેવાઓ સતત ઉપલબ્ધ રહે એ સુનિશ્ચિત કરવા માટે સંગઠને મહત્વ ની ભૂમિકા નિભાવી.
સખી સંગિની સંગઠન ક. મ. વી. સ થી સ્વતંત્ર થયું અને સ્થાનિક મજબૂત આગેવાન મહિલાઓના નેતૃત્વ હેઠળ પોતાની સ્વાયત્ત કામગીરી શરૂ કરી.
સખી સંગિની સંગઠન નીચેના ચાર મુખ્ય વિષયો પર કાર્યરત થયું:
- 🟣 માઇક્રોફાઇનાન્સ
- 🩺 મહિલા આરોગ્ય
- ⚖️ કાનૂની જાગૃતિ અને સહાય
- 🧾 એક બારી સેવા પદ્ધતિ
આ વર્ષમાં, ભુજ શહેરમાં રહેનારી સૌથી નબળી મહિલાઓને ટેકો અને હુંફ આપવા ના હેતુ થી , સખી સંગિની સંગઠને પ્રવાસી શ્રમિક મહિલઓ ની પરિસ્થિતિ જાણવા એક અભ્યાસ પણ કર્યો.
પ્રવાસી શ્રમિક મહિલાઓ સાથે નું કામ પણ સખી સંગિની સંગઠનનું એક મહત્વપૂર્ણ કાર્યક્રમ બની ગયો.
સંગઠન નું માળખું







