સંપર્ક

૧૨, નૂતન કોલોની, સંતોષીમાતા મંદિર પાછળ, વીડી હાઇસ્કૂલ રોડ, ભુજ, કચ્છ, ૩૭૦૦૦૧

૨૦૨૨ માં, સખી સંગિનીએ ભુજમાંઅન્ય રાજ્યો થી કામ ની તલાશ માં સ્થળાંતર કરી ને આવેલી મહિલા શ્રમિકોની પરિસ્થિતિ પર એક અભ્યાસ કર્યો હતો. અભ્યાસ માંથી જાણવા મળ્યું કે, તેઓ વિસ્તાર માં પાણી, શૈચાલય, ગટર, વીજળી અને યોગ્ય રહેઠાણ જેવી કોઈપણ મૂળભૂત સુવિધા વગર મુશ્કેલ પરિસ્થિતિમાં જીવી રહી છે. પાણી અને શૈચાલયના અભાવ થી મહિલાઓને તેમના સ્વાસ્થ્ય અને સલામતીના મુદ્દે ઘણો સંઘર્ષ કરવો પડે છે. આ તારણના આધારે, સખી સંગિનીએ આ સ્થળાંતરિત મહિલાઓને સંગઠિત કરી ને સખી સંગિની સંગઠનમાં શામેલ કરવાનું કામ શરૂ કર્યું, જેથી તેઓ ભુજ શહેરમાં ગરિમાપૂર્ણ જીવન જીવી શકે. આ કાર્યક્રમ હેઠળ અમારી સાથી સંસ્થા અર્બન સેતુ છે, જે છેલ્લા ઘણા વર્ષોથી ભુજ માં આવેલ સ્થળાંતરિત પરિવારો સાથે કામ કરી રહી છે.

અમે આ મહિલાઓની સંપૂર્ણ સલામતી પર કામ કરવાનો ધ્યેય રાખીએ છીએ, અને તેથી અમારી બધી સલામતી-કેન્દ્રિત કામગીરીઓ સ્થળાંતરિત મહિલાઓ સાથે પણ કરવા માં આવે છે. વધુમાં, અમે મહિલાઓ સાથે સામાન્ય સભાઓનું આયોજન કરીએ છીએ, જેથી તેમને સખી સંગિનીના કાર્ય વિશે પરિચિત કરાવી શકાય, શ્રમ અધિકારો અને કાર્યસ્થળ સલામતી વગેરે અંગે મહિલાઓ સાથે જાગૃતિ માટે પણ કામ કરીએ છીએ.